Anna kills Mahatma Gandhi in Gujarat
આ ભાષા અને આ આચરણ મહાત્માગાંઘીવાદીની ભાષા અને આચરણ નથી.
અણ્ણા હઝારે સાહેબને ખુલ્લો પત્ર
માનનીય અણ્ણા હઝારે, તમારી ભાષા મહત્મા ગાંધીની ભાષા નથી. તમારી ભાષા ઈન્દીરા ગાંધીની ભાષા છે.
મહાત્માગાંઘીવાદીની ભાષા અને આચરણ
સ્વાતંત્ર્ય પૂર્વેનો, મહાવીર ત્યાગીએ ટાંકેલો એક પ્રસંગ યાદ કરવા જેવો છે. મહાવીર ત્યાગી જેલમાં હતા. અને તેમને જેલર સામે કોઇ કાયદેસરનો વાંધો પડ્યો. એટલે તેઓએ ઉપવાસની ધમકી આપી અને કદાચ ઉપવાસ ઉપર ઉતરી પણ ગયા. તૂર્ત જ આ ઉપવાસની વાત મહાત્માગાંધીના ધ્યાનમાં લાવવામાં આવી. ગાંઘીજીએ મહાવીર ત્યાગીના વલણ ની તેમના હરિજનબંધુમાં ટીકા કરી. મહાવીર ત્યાગી થી આ સહન ન થયું. અને તેમણે મહાત્મા ગાંધીની ઝાટકણી કાઢતો એક પત્ર મહાત્માગાંધીને લખ્યો. તેમણે લગભગ એવું લખ્યું કે હું જેલમાં છું અને મારી વાત તમે સાંભળી નથી. મને જે અનુભવ જેલમાં થયો તે મને અન્યાય રુપ લાગ્યો. મેં જેલના સત્તાવાળાઓને કાયેદેસરરીતે અરજ કરી. તેમણે મારું ન સાંભળ્યું. એટલે હું ન છૂટકે ઉપવાસ ઉપર ઉતર્યો. કદાચ મારી વાત ખોટી હશૅ. પણ તમે તો સત્યના અને ન્યાયના પુરસ્કરતા છો. તમે મને સાંભળ્યો પણ નથી. તમે મને પૂછ્યું પણ નથી કે વાત શું છે અને મારો પક્ષ શું છે? તમે મને સાંભળ્યા વગર બારોબાર મારી ટીકા કરી. શું આ તમારા સિદ્ધાંતોને અનુરુપ છે? ક્યાં ગયા તમારા સિદ્ધાંતો જેને અમે સાંભળ્યા હતા? શું તમને અમારે આ રીતે જ સમજવાના છે?
મહાત્મા ગાંધીએ માફી માગી
અને હે અણ્ણા સાહેબ, એ મહાત્મા ગાંધીએ (જેના નામથી આજે પણ અમારી શાન છે)પોતાના હરિજનબંધુમાં તંત્રી લેખ દ્વારા મહાવીર ત્યાગીની માફી માગી અને આત્મ શુદ્ધિમાટે એક ઉપવાસ પણ ખેંચી કાઢ્યો. માહાત્મા ગાંધીએ જો ધાર્યું હોત તો મગજને કસરત આપીને, વિતંડાવાદ ઉભો કરીને અને શબ્દોની રમતો રમીને પોતાની વાત સાચી અને મહાવીર ત્યાગીની વાત ખોટી ઠેરવી શક્યા હોત. સમાચાર પત્રોએ પણ સારાસાર અને માહિતીના અભાવપણાને નેવે મુકીને ગાંધીજીનું સમર્થન પણ કર્યું હોત. પણ અણ્ણા સાહેબ, અમારા એ મહાપુરુષ તો સાચેસાચ મહાત્મા હતા. અમારા એ મહાત્મા કોઈ મીડીયાનું સર્જન ન હતું.
ક્યાં મહાત્મા ગાંધીની વાત અને ક્યાં તમારી વાત?
તમને નરેન્દ્રભાઇ મોદીએ પત્ર લખેલ. કારણ કે તમે તેમના વખાણ કરેલ. અમારા નરેન્દ્રભાઇ મોદી સજ્જન છે. અને પોતાની કૃતજ્ઞતાની રુએ તમને પત્ર પણ લખ્યો. અમારા નરેન્દ્રભાઈ મોદી નાનામાં નાના માણસ સાથે પણ વાત કરે છે તો તમને તો પત્ર લખે તે સ્વાભાવિક હતું. પણ તમે તેમને મળવાની સજ્જનતા બતાવી ખરી? અરે તમારે તો તેમની સાથે ખુલ્લા દિલે વાતો કરવી જોઇએ. અને ચર્ચા કરવી જોઇએ. મહાત્મા ગાંધીવાદી અભિગમ એને જ કહેવાય જ્યાં ખુલ્લાદિલનો સંવાદ હોય.
અમે ગુજરાતીઓ એવું માનતા હતા કે ગઈ કાલે તમે જે કંઈ પણ કહ્યું તે તમારી શરત ચૂક હશે. કદાચ જેમ નાના કે સામાન્ય કક્ષાની વ્યક્તિઓ તાનમાં ને તાનમાં "મૌતકા સૌદાગર" જેવા શબ્દપ્રયોગો કરીને પોતાને સમાચાર પત્રોના શિર્ષકોમાં ચમકવાની ઘેલછાઓ રાખતી હોય છે અને તમે તેમાંથી બકાત હશો. એટલે અમને કશુંક સારુ બોલો તેવી આશા હતી. પણ તમે તો આજે વધુ ચગ્યા.
ગેરકાયદેસર કામો અને ગેરરીતીઓ આચરવાનો અધિકાર હોતો નથી
અમે આશા રાખીએ છીએ કે તમે તમારા અભિગમ ઉપર આત્મમંથન કરો. તમારા દિલમાં કદાચ ગરીબો પ્રત્યે સહાનુભૂતિ હશે. અને કદાચ પૈસાવાળા પ્રત્યે અણગમો કે દ્વેષ પણ હશે. પણ ગરીબોને કે પૈસાપાત્ર વ્યક્તિઓને ગેરકાયદેસર કામો અને ગેરરીતીઓ આચરવાનો અધિકાર હોતો નથી. રીવરફ્રંટમાં જે કંઈ થયું છે તે કાયદાની રુએ થયું છે. અને જેઓએ સરકારી જમીનો પચાવીને ઝુંપડા બાંધેલા તેમને ગરીબ હોવાને નાતે ગુજરાતની સરકાર માઈ બાપે વૈકલ્પિક જગાઓ આપેલ. પણ હવે તેઓ તે જગ્યાઓ વેચીને વળી પાછા બીજે ઝૂંપડાબાંધીને રહેવા માંડે તો સરકાર એક ઝૂંપડાદીઠ કેટલા ફ્લેટ ફાળવે તે તમે જ નક્કી કરો. તમે આ નક્કી કરી શક્શો નહીં તેની અમને ખાત્રી છે. ઝુંપડાવાસીઓની આ માનસિકતા એ નહેરુવીયન કોંગ્રેસના ૬૦ વર્ષના એક ચક્રી શાસનની નીપજ છે.
એવી તો વાત જ ન કરશો.
અણ્ણાજી તમે "અમારે મુંબઈમા તો...", "અમારે મહારાષ્ટ્રમાં તો ..." એવી તો વાત જ ન કરશો. કેટલા વૉક વે બનાવ્યા અને કેટલા અધૂરા મુક્યા અને અધુરા મૂકેલામાં કેટલા પૈસા બરબાદ થયા તેનો હિસાબ ગણ્યો છે? હું કહું છું તમે ગણો.. તમારી આંખો ફાટી જશે.
તમે મહાત્મા ગાંધી વાદી છો? જો હો તો તમે જાણતા જ હશો કે સત્યાગ્રહ અન્યાયકારી કાયદાઓ સામે થાય છે. સત્યાગ્રહ અન્યાયકારી કાયદાઓ રદ કરાવવા માટે થાય છે. શું તમે અન્યાયકારી કાયદાઓનું લીસ્ટ બનાવ્યું છે? અને તમે ચકાશ્યું છે કે તેમાંના કેટલા કેન્દ્ર સરકારે એટલે કે નહેરુવીયન કોંગ્રેસે બનાવેલા કે ચાલુ રાખ્યા છે? અને કેટલા ગુજરાત રાજ્યની મોદીકાકાની સરકારે બનાવેલા છે? અને તમે બંને ની સરખામણી કરી છે? અને તમે પછી મોદીકાકા સાથે ચર્ચાઓ અને વિચારવિમર્ષ કર્યા છે ખરા? તમે તમારા સૂચનો મોદીકાકાને આપ્યા છે ખરા? અને જાહેર જનતાને પણ જણાવ્યા છે ખરા? તમે આવું કશું કર્યું હોય એવું અમારી જણમાં નથી. તમારા અઘ્યા-પાદ્યાની વાતો કરનાર સમાચાર પત્રોએ પણ આવું કશું જણાવ્યું નથી. એટલે અમે માનીએ છીએ કે તમે આવું કશું કરવામાં માનતા લગતા નથી. તમે તો સીધા આંદોલનની વાત કરો છો. તો અમારે તમને દુઃખ સાથે જણાવવું પડશે કે તમારો રાહ મહાત્મા ગાંધીનો રાહ નથી. તમારો રાહ ઈન્દીરાઈ ગાંધીનો રાહ છે જેમણે આંદોલનનો રાહ લઈ કેરાલાની પાતળી બહુમતિવાળી સરકારને પોતાના પિતાશ્રીની છત્રછાયા થકી બરતરફ કરાવેલી અને પછી તે ઈન્દીરાઈ ગાંધીએ કોમવાદી પક્ષ નામે મુસ્લિમલીગ નો સાથ લઈ ચૂંટણી લડેલ.
સરકાર ઉથલાવવામાં ગુજરાતની જનતા તમારા કરતાં વધુ અનુભવી છે
અણ્ણા સાહેબ તમે તો સૌથી વધુ લોકપ્રિય અને ગંજાવર બહુમતિ સરકારને ઉથલાવવા નિકળ્યા છો. સરકાર ઉથલાવવામાં ગુજરાતની જનતા તમારા કરતાં વધુ અનુભવી છે. ગુજરાતની જનતાએ તો ઈન્દીરાએ ઠોકી બેસાડેલા મુખ્યમંત્રીઓની સરકારોને ઉથલાવનાર શ્રી ચિમનભાઈ પટેલની સરકારને પણ ઉથલાવી છે એટલું જ નહીં તેમના નહેરુવીયન કોંગ્રેસી ૧૪૦ સભ્યોવાળી વિધાન સભાને પણ ઉથલાવી છે. તમે તો આમાંનું દશમાભાગનું કર્યું નથી. તમારે ખાટલે મોટી ખોડ એ છે કે તમારો ધ્યેય અસ્પષ્ટ અને ક્ષતિયુક્ત છે, રાહ ખોટો છે અને તમારી સાથે રહેલા રાહદારીઓ ખોટા છે. જો સાધ્ય, સાધન અને સાથીઓ ખોટા હોય તો સફળતાની વાત તો જવા જ દો પણ નાલેશી જ મળે.
કાશ્મિરની જ જેલો ભરોને
તમે જેલો ભરી દેવાની વાતો કરો છો? જો જેલો ભરવી હોય તો કાશ્મિરની જ જેલો ભરોને? કાશ્મિરના તો લાખો ઘરવાળાઓ બેઘર થઈ ગયા છે અને તે પણ બે દશકાથી. શું તેમને તમે માણસ ગણતા નથી? ત્યાં કેમ મીયાંની મીંદડી (મીંયાભાઈની મીંદડીઓ માફ કરે)થઈ જાઓ છો? જો તમારામાં મહાત્માગાંધીવાદી શૂરવીરતા હોય તો કાશ્મિર કેમ જતા નથી. અઘરી જગ્યાએ જવાને બદલે જ્યાં તમે સુરક્ષિત રહી શકો એવા ગુજરાતમાં લડત આપવાની વાત કેમ કરો છો? આ કંઈ ગાંધીવાદી લક્ષણ ન કહેવાય.
શું તમે અહીં કાવ્ય કરવા આવ્યા છો?
તમે ગુજરાતની દારુબંધીની વાત કરો છો અને કહો છો કે ગુજરાતમાં દૂધ કરતાં દારુ વધારે વેચાય છે. શું તમે અહીં કાવ્ય કરવા આવ્યા છો? કે પછી મરાઠી દારુ પીને આવ્યા છો? કાવ્યશાસ્ત્રમાં અતિશયોક્તિ એક અલંકાર ગણવામાં આવે છે. તમારી પ્રમાણભાનની પ્રજ્ઞાનો શું સદંતર લોપ થઈ ગયો છે? ગુજરાતમાં તો વરસે દહાડે એકાદો લઠ્ઠા કાન્ડ થાય છે. બીજા રાજ્યોમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને મુંબઈમાં તો રોજ રોજ લઠ્ઠાકાન્ડ થાય છે. તમે મુંબઈની મરાઠી ઘરકામકરવાવાળીઓનો સર્વે કર્યો છે? અરે મારા સાહેબ, હું ડરતા ડરતા કહું તો પણ ૯૦ટકા કામવાળીઓના પતિદેવો કામવાળીઓની આવકમાંથી દારુ પી કુટુંબને બરબાદ કરે છે. પહેલાં તમારું ઘર સંભાળો. "પરોપદેશે પાંડિત્યં" તમને શોભતું નથી. આપણે અવિશ્વસનીય અને વરવા લાગીએ એવું કશું બોલવું નહીં.
ન્યાયિક પ્રક્રીયાને અવકાશ છે ત્યાં સત્યાગ્રહ આંદોલન વર્જ્ય છે
અહિંસા અને સત્યાગ્રહ એ પવિત્ર વસ્તુઓ છે. જ્યાં ન્યાયિક પ્રક્રીયાને અવકાશ છે ત્યાં સત્યાગ્રહ ના નામે આંદોલન કરવાં "અ-ગાંધીય" અને વર્જ્ય છે. પણ જો તમે તમારી જાતને મહાત્માગાંધીવાદી ખપાવવામાં માનતા હો તો તમારે ગાંધીજીને સમજવા જરુરી છે. ફક્ત ધોળી ટોપી પહેરવાથી કે ખાદી પહેરવાથી મહાત્મા ગાંધીવાદી થવાતું નથી. સમજ અને આચાર પણ ગાંધીવાદી હોવાજોઇએ. જો તમે ઈન્દીરાઈ કૉગ્રેસના ગુજ્જુનેતાઓની જેમ આંદોલનપ્રિય હો તો જુદી વાત છે. પણ તમને ખબર તો હશે જ કે તેઓ તો બેવકુફ અને સિદ્ધાંત વિહોણા છે તે સમગ્ર જનતા જાણે છે. વળી તેઓ તો સત્તા વિહોણા હોવાથી નવરાધૂપ છે. અને કેન્દ્રસરકારની કૃપાથી સમાચાર માધ્યમોમાં જીવતા રહી શકે છે. પણ તમારે એવી ન્યુશંસ વેલ્યુ બની જવાની શી જરુર છે?
શું તમારી બેવકુફી એટલી હદે છે કે તમારી સ્વર્જીત અને મીડીયા અર્જીત લોકપ્રિયતાને રોકડી કરવા માટે તમારા સાથીઓ તમને ખતમ કરી રહ્યા છે અને તમને તેની ખબર પણ પડતી નથી. કે પછી અમારે એમ સમજવું કે તમે "શ્વા યદિ ક્રીયતે રાજા અપિ નાત્તિ ઉપાનહં" (કુતરાને રાજા કરી દો તો શું તે જોડો નહીં ખાય?).
"જીભને કંઈ થોડું હાડકું છે?"
મારી ઉંમર પણ તમારા જેટલી જ છે. હું પણ મહાત્માગાંધીના સિદ્ધાંતોમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું પણ હું સામાન્ય માણસ જ છું અને તેથી અને જેથી હું આટલી છૂટ લઈ શકું. કારણ કે ન કર્યું હોત નારાયણે અને હું મહાન બની ગયો હોત તો તમારી જેમ મારી લુલીને છૂટ્ટી મુકી શક્યો ન હોત. અને તે વાત નો વસવસો રહેત. તમારી જેમ "જીભને કંઈ થોડું હાડકું છે" એમ વિચારીને લૂલીને છૂટી મુકી શક્યો નહોત.

Comments (0)
Post a Comment